જબલપુરની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ અકસ્માત, 10ના મોત
Fierce fire accident in private hospital in Jabalpur, 10 dead
આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડના વાહનો માટે તેને કાબૂમાં લેવું મુશ્કેલ બની ગયું હતું. તે પછી, વીજળી વિભાગના કર્મચારીઓએ વીજ જોડાણ કાપી નાખ્યું.
મધ્યપ્રદેશના જબલપુરની એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આગની ઘટના દમોહ નાકા શિવનગર સ્થિત ન્યૂ લાઈફ મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં બની હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના હોસ્પિટલ સ્ટાફના સભ્યો હતા.
આગ કાબુમાં આવ્યા બાદ પણ હોસ્પિટલમાં અરાજકતા જોવા મળી હતી. અકસ્માતના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહે ટ્વિટર દ્વારા મૃતકોના પરિવારજનોને આર્થિક મદદની ખાતરી આપી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
એક જ રસ્તો હોવાથી મુશ્કેલી વધી
હોસ્પિટલમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હોવાથી મોટાભાગના લોકો અંદર ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બધા વચ્ચે આગ વધુ વિકરાળ બની હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડના વાહનો માટે તેને કાબૂમાં લેવો મુશ્કેલ બની ગયો હતો. ત્યારબાદ વીજ વિભાગના કર્મચારીઓએ વીજ કનેકશન કાપી નાખ્યું હતું અને એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.