Trending NewsWeather

ગુજરાતમાં ચોમાસા જેવી સ્થિતિ: આ જિલ્લાઓમાં વરસાદ પડ્યો, હવામાનની આગાહીના વાદળોથી ખેડૂતોમાં ચિંતા

ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 48 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.


ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 48 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી છે.


આજે પણ વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો


આજે પણ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં આવેલા પલટા બાદ જિલ્લાના વાપી વલસાડ ઉમરગામ સહિતના તાલુકાઓમાં છૂટોછવાયો કમોસમી વરસાદ થયો હતો. બપોરના સમયે વાપી અને ઉમરગામ સહિત આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અચાનક પડેલા વરસાદના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદી વાતાવરણને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. વાદળછાયા વાતાવરણ અને વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આથી જિલ્લાના ખેડૂતો ચિંતિત છે. હજુ પણ હવામાન વિભાગની આગાહી અને નજીકના ભવિષ્યમાં વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ જોખમમાં મુકાયા છે.

Related Articles

Back to top button