સુરતઃ સમાજ માટે ખરેખર શરમજનક ઘટના, કોસંબામાં 70 વર્ષીય મહિલા પર બળાત્કાર-હત્યા
Surat: A truly shameful incident for the society, the rape-murder of a 70-year-old woman in Kosamba

સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ ઈજા એટલી ગંભીર હતી કે ગણતરીના સમયમાં જ વૃદ્ધનું મૃત્યુ થયું હતું.
સુરતના કોસંબા સમક્ષ સમાજ માટે શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 70 વર્ષીય મહિલા પર બળાત્કાર થયો છે. આ ઘટના પ્રકાશમાં આવતાં જ આસપાસના વિસ્તારમાં આશ્ચર્યની સાથે સાથે આરોપીની ટીકા પણ થઈ રહી છે. લોકો આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યા છે. વધુ માહિતી અનુસાર, આ ઘટના 28 જુલાઈના રોજ બપોરે 2.45 વાગ્યાની આસપાસ સુરતના કોસંબા રેલવે સ્ટેશન પાસે બની હતી. જેમાં અજાણ્યા ઇસમે આ વિસ્તારમાં રહેતી 70 વર્ષીય મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. મહિલાની એકલતાનો લાભ લઈને કોઈ અજાણ્યા શખ્સે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
આ ઘટનાથી ગભરાઈ ગયેલા વૃદ્ધાને જોઈને આરોપી ગભરાઈ ગયો હતો. અને આવેશમાં આવીને તેણે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં હાથ નાખી આંતરિક અંગો બહાર કાઢી મહિલાને ગંભીર ઈજા પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને 108ની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના તબીબોએ મહિલાનું ઓપરેશન કર્યું હતું. પરંતુ ઈજા એટલી ગંભીર હતી કે ગણતરીના સમયમાં જ વૃધ્ધનું મોત નીપજ્યું હતું. જોકે સમગ્ર મામલે મેડિકલ ઓફિસરને શંકા ગઈ હતી. અને મહિલાનું પીએમ કરવામાં આવેલ વૃદ્ધ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને જાણ કરતાં પોલીસે કલમ 376 અને 302 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસમાં એક શંકાસ્પદ યુવકની પણ અટકાયત કરી હતી. અને આ યુવકે પોલીસ પૂછપરછમાં પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.