Auto newsBig NewsInternationalNationalWeather

મેઘમહેર / ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારો ભીંજાશે, ગુજરાતમાં 3 કલાકમાં જ આવી રહી છે 'મેઘ સવારી'

Gujarat Rain Forecast Latest News : Rain forecast in most parts of North Gujarat to South Gujarat, moderate rain in Mehsana, Bharuch, Vadodara and light rain forecast in Ahmedabad, Bhavnagar, Amreli, Gir Somnath

Gujarat Rain Forecast :ગુજરાતમાં સતત મેઘમહેર વચ્ચે હવે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાજ્યમાં આગામી 3 કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરાઇ છે. આગાહી પ્રમાણે મોટા ભાગના જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. નોંધનિય છે કે, આજે વહેલી સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે.

રાજ્યમાં આગામી 3 કલાકમાં જ અનેક વિસ્તારોમાં મેઘસવારી આવી રહી છે. આગાહી પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે મહેસાણા, ભરૂચ, વડોદરામાં મધ્યમ વરસાદ તો અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે. આ તરફ ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદની સંભાવના છે. તો વળી પંચમહાલ, દાહોદ, આણંદ, નર્મદામાં પણ વરસાદ વરસી શકે છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદી થવાની શક્યતા છે.

ચાર દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં થોડા સમયનાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ આગામી ચાર દિવસ મોટા ભાગનાં તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ તરફ 5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે તો 6 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. 7 સપ્ટેમ્બરે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Related Articles

Back to top button