Auto newsBig NewsInternationalNationalWeather

વરસાદની આગાહી / 27થી 5 ઓક્ટોબર ભારે પવન સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારો રહે એલર્ટ, અંબાલાલની આગાહી

Meteorologist Ambalal Patel has predicted scattered rain in the state. Then there are chances of heavy rain in some districts of North Gujarat.

Meteorologist Ambalal Patel predicted rain: અમદાવાદ સહિત રાજ્યનાં અમુક જીલ્લાઓમાં વરસાદે વિરામ લીધો છે. તો અમુક જીલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે, બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ સક્રીય થઈ છે. જેનાથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

નવરાત્રીમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. નવરાત્રી પૂર્ણ થઈ ગયા બાદ એટલે કે 11 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદી માહોલ છવાઈ શકે છે. તેમજ પંચમહાલ, દાહોદ, લીમખેડા, ગોધરામાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતનાં ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ વડોદરા, આણંદ, નડીયાદમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતનાં દાંતા અને બનાસકાંઠા જીલ્લામાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવનાં છે. તેમજ કડી, જોટાણા, સમી, હારીજમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશેઃ અંબાલાલ

તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તા. 16 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ ભાદરવી પુનમ આસપાસ રાજ્યનાં હવામાનમાં પલ્ટો આવશે. તેમજ તા. 22 થી 26 સપ્ટેમ્બર દરમ્યાન ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. તેમજ તા. 27 થી 5 ઓક્ટોમ્બર દરમ્યાન ભારે પવન ફૂંકાશે.

Related Articles

Back to top button