વરસાદી માહોલ / હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી છવાશે વરસાદી માહોલ
The Meteorological Department has predicted light to moderate rain in all the districts of the state today. In which there will be scattered rain in 12 districts. While in other 21 districts, there will be universal light rain.
હવામાન વિભાગે ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જીલ્લામાં છુટો છવાયો વરસાદ પડશે
જ્યારે વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છુટો છવાયો વરસાદ રહેશે. તેમજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં તમામ જીલ્લાઓમાં હળવા વરસાદની સંભાવનાં છે.
આ જીલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જીલ્લામાં છુટો છવાયો વરસાદ રહેશે. જ્યારે રાજ્યનાં અન્ય 21 જીલ્લાઓમાં સાર્વત્રિક હળવો વરસાદ રહેશે.