Auto newsBig NewsInternationalNationalWeather

આગાહી / આજે 4 જિલ્લામાં વરસાદનો વરતારો! હવામાન વિભાગે કરી મિક્સ આગાહી

The meteorological department has again predicted rain for the next four days. Gujarat has received 49 percent more rain of the season.

હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ રાજ્યનાં ઉત્તર પૂર્વનાં જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલ જીલ્લાઓમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ક્યાં જીલ્લાઓમાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા અનેક જીલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જીલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

24 કલાકમાં ક્યાં સૌથી વધુ વરસાદ પડ્યો

હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 952 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 28 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ ચોમાસાની ઋતુનાં કારણે ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડે છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં 89 મીમી વરસાદ નોંધાયો હતો.

Related Articles

Back to top button