આગાહી / ગુજરાત-મહારાષ્ટ્ર પર ફરી સંકટના એંધાણ! IMDએ કર્યું એલર્ટ જાહેર, જાણો આજે કયા-કયા રાજ્યોને મેઘરાજા ઘમરોળશે
Monsoon has again changed direction in many parts of the country including North India. According to the Meteorological Department, Gujarat, Maharashtra and Andhra Pradesh are likely to experience heavy rainfall for the next three days.
છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદથી રાહત મેળવ્યા પછી ફરીથી ગુરુવારે મુંબઈમાં વરસાદ થયો જેના પછી આઈએમડીએ શહેરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુસાર, શુક્રવાર સુધી મુંબઈ અને થાણેમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ગુરુવારે થયેલા વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા.
મહારાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના અનુસાર, ગુજરાત, આંધ્રપ્રદેશન, મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં અને પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. તેના પછી આ ક્ષેત્રોમાં વરસાદમાં ઘટાડો થશે. હવામાન વિભાગે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આઈએમડીના અનુસાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 11 સપ્ટેમ્બરે વિવિધ જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. તે સિવાય અસમ મેઘાલયમાં 7 સપ્ટેમ્બર અને ઓરિસ્સામાં 8 સપ્ટેમ્બરને ભારે વરસાદની આગાહી છે.
દિલ્હી-રાજસ્થાનમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના અનુસાર, શુક્રવારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તે સિવાય દિલ્હી સહિત આખા એનસીઆરમાં 8 સપ્ટેમ્બરના રોજ હળવો વરસાદ અને તેના પછી બે દિવસ સુધી આકાશ સ્વસ્છ રહેવાની સંભાવના છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અનુસાર, શુક્રવારે એક્યુઆઈ 60ની આસપાસ રહી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના જોધપુર-બાડમેર સહિત ઘણા જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. શુક્રવારે ભરતપુર, જયપુર, વાઈમાધોપુર, કરોલી, ભીલવાડા, ટોંક, જોધપુર અને બાડમેરમાં હળવો વરસાદ થઈ શકે છે.
આગામી સપ્તાહ દરમિયાન અહીં વરસાદની શક્યતા છે
આઈએમડીના અનુસાર, આ અઠવાડિયાના અંત સુધી જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ- બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનમાં છિટપુર સુધી મધ્યમ વરસાદ પડી શકે છે. દિલ્હીની વાત કરીએ તો 14 સપ્ટેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.