Auto newsBig NewsInternationalNationalWeather

વરસાદની આગાહી / 'આવનારા 5 દિવસ દરિયો ન ખેડતા', રાજસ્થાનથી આવતા ટ્રફના કારણે હવે ઉત્તર ગુજરાતમાં જામશે વરસાદી માહોલ

The weather department has predicted universal rainfall in the state in the near future. Besides, sporadic rain has also been predicted in some talukas.

હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

આવતી કાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફ ના કારણે આગાહી કરાઈ છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારો જેવા કે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યનાં તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Related Articles

Back to top button