નંદિની ગુપ્તા- નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો
રાજસ્થાનના કોટાની 19 વર્ષની નંદિની ગુપ્તાએ મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીતીને તેના માતા-પિતાને ગૌરવ અપાવ્યું છે. નંદિની દેશની 59મી મિસ ઈન્ડિયા તરીકે પસંદ થઈ છે. દિલ્હીની શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર અપ રહી, જ્યારે મણિપુરની થૌનાઓજમ સ્ટ્રેલા લુવાંગ સેકન્ડ રનર અપ રહી.
આ સિદ્ધિ પછી, નંદિની યુએઈમાં યોજાનારી ગ્રાન્ડ મિસ વર્લ્ડ સ્પર્ધાની 71મી આવૃત્તિમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કોટાની રહેવાસી નંદિનીએ બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. નંદિની પોતાને રતન ટાટાથી પ્રભાવિત માને છે. આ સિવાય પ્રિયંકા ચોપરા પણ નંદિનીને ખૂબ પ્રભાવિત કરે છે.
કોણ બન્યું રનર અપ?
બ્લેક ગાઉનમાં સજ્જ નંદિનીએ પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી બધાને દિવાના બનાવી દીધા. રાજસ્થાનની નંદિની ગુપ્તાને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો છે, જ્યારે દિલ્હીની શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર અપ તરીકે અને મણિપુરની થૌનાઓજમ સ્ટ્રેલા લુવાંગ સેકન્ડ રનર અપ તરીકે ઉભરી આવી છે.
દેશભરમાંથી છોકરીઓ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લે છે, પરંતુ નંદિની એ બધાને હરાવીને ‘બ્યુટી ક્રાઉન’ જીતી હતી. માત્ર 19 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બનીને નંદિની ઘણી છોકરીઓ માટે પ્રેરણા બની ગઈ છે. મિસ ઈન્ડિયા બન્યા બાદ નંદિની હવે મિસ વર્લ્ડની આગામી સિઝનમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.