મુકેશ અંબાણી ફરીવાર વિશ્વના સૌથી અમીર લોકોની ટોપ-10 યાદીમાં સામેલ થઈ ગયા છે.
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી એકવાર વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. ફોર્બ્સે વર્ષ 2023 માટે વિશ્વના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે. જેમાં મુકેશ અંબાણીનું નામ પણ સામેલ છે.
આ યાદીમાં મુકેશ અંબાણીને 9મું સ્થાન મળ્યું છે. આ સાથે તે એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણીની નેટવર્થ $83.4 બિલિયન થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણી પહેલા વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ત્રીજા સ્થાને હતા, પરંતુ હવે આ યાદીમાં તેમનું સ્થાન નીચે જઈ રહ્યું છે.
ફોર્બ્સ દ્વારા 24 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ત્રીજા સ્થાને છે. તે સમયે તેમની કુલ સંપત્તિ 126 અબજ ડોલર હતી. પરંતુ તે જ દિવસે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બહાર આવ્યો. જેના કારણે તેમની કંપનીઓ ડૂબી ગઈ હતી.
65 વર્ષીય મુકેશ અંબાણી હાલમાં આ વર્ષની યાદીમાં માઈક્રોસોફ્ટના સ્ટીવ બાલ્મર, ગૂગલના લેરી પેજ અને સર્ગેઈ બ્રિનથી આગળ છે. ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ડેલ ટેક્નોલોજીના માઈકલ ડેલથી પણ આગળ છે.