Trending NewsYouth/Employment

જુનિયર ક્લાર્ક પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ઉમેદવારો માટે 6 હજાર બસોની વ્યવસ્થા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ 9મી એપ્રિલે જુનિયર ક્લાર્ક સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરશે. રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવા માટે કુલ 1181 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે.


જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે એસટીની ખાસ વ્યવસ્થા


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ 9મી એપ્રિલે જુનિયર ક્લાર્ક સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરશે. રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવા માટે કુલ 1181 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં લગભગ 9 લાખ ઉમેદવારો બેસશે. ગુજરાતના એસટી વિભાગે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવા માટે લગભગ 6,000 બસોની વ્યવસ્થા કરી છે. ઉમેદવારોએ એસટી બસમાં મુસાફરી કરવા માટે બે દિવસ અગાઉ ઓનલાઈન ટિકિટ બુક કરાવવી પડશે જેમાં ઉમેદવારે બેંકની વિગતો અને કોલ લેટરની વિગતો ભરવાની રહેશે.


પ્રવાસ માટે, પ્રથમ ઉમેદવારે પોતાના ખર્ચે ટિકિટ ખરીદવી પડશે, ત્યારબાદ રાજ્ય સરકાર ઉમેદવારના ખાતામાં રૂ.254 સુધીનું ભાડું ચૂકવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે અંતર્ગત પુન: પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Articles

Back to top button