ગ્રીસમાં મોટી દુર્ઘટના, માલગાડી પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ, 26ના મોત, 85થી વધુ ઘાયલ

ગ્રીસથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં બે ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 85થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટના ગ્રીક શહેરો થેસાલોનિકી અને લારિસા વચ્ચે થઈ હતી.
એક પેસેન્જર ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી
અહેવાલો અનુસાર, મોડી રાત્રે પેસેન્જર ટ્રેન અને માલવાહક ટ્રેન વચ્ચે અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અનેક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. ત્રણ બોગીમાં આગ લાગી હતી. પેસેન્જર ટ્રેનમાં સવાર મોટી સંખ્યામાં મુસાફરો આ અકસ્માતનો ભોગ બન્યા હતા. અત્યાર સુધીમાં 26 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 85થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી 20થી વધુ લોકોની હાલત ગંભીર છે.
કેટલાક વીડિયો વાયરલ થયા હતા
એથેન્સથી લગભગ 235 માઈલ ઉત્તરમાં ટેમ્પી નજીકની ઘટનાના કેટલાક વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. રાહત કાર્ય કેવી રીતે ચાલી રહ્યું છે તે જોઈ શકાય છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ‘કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા’. ત્રણ બોગીમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા 85 ઘાયલ છે.