રાજકોટમાં ક્રિકેટ રમતા હાર્ટ એટેકથી મોત, રાજ્યમાં 24 કલાકમાં બીજી ઘટના
રાજકોટમાં ક્રિકેટ રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર આવી રહ્યા છે. રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમતા એક યુવાનનું અચાનક હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. રાજ્યમાં 24 કલાકમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં ગઈકાલે આ યુવક ક્રિકેટ રમીને ઘરે પરત ફર્યો હતો અને ગભરાઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું.
સુરતમાં ક્રિકેટ રમીને ઘરે પરત ફર્યા બાદ પ્રશાંત ગભરાઈ ગયો હતો અને તેણે તેના પરિવારને જાણ કરી હતી, ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. પ્રશાંત ભરોલિયા કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. રાજ્યમાં 3 અઠવાડિયામાં આ રીતે રાજકોટના 4 અને સુરતના 2 યુવકોના મોત થયા છે.
રાજકોટમાં અગાઉ પણ આવી જ ઘટનામાં એક યુવકનું મોત થયું હતું. અગાઉ શહેરના શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમીને પરત ફરી રહેલા યુવકનું મોત થયું હતું. સુરતના યુવકના સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, આ લેબોરેટરીના રિપોર્ટ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.