આર્મી જવાનને માર માર્યો, કાઉન્સિલર સહિત 6 આરોપીની ધરપકડ
તમિલનાડુમાં ગૌવંશની કતલને કારણે સેનાનો જવાન શહીદ. પોલીસે આ કેસમાં સ્થાનિક નેતા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. નગર પંચાયતની પાણીની ટાંકી પાસે કપડાં ધોવા બાબતે ઝઘડો થયો હતો.
તમિલનાડુના કૃષ્ણાગિરીમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) કાર્યકર અને તેના સહયોગીઓ દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યા બાદ આર્મી જવાનનું મૃત્યુ થયું છે અને આ કેસમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, 29 વર્ષીય લાન્સ નાઈક એમ. પ્રભુ પર ચિન્નાસ્વામી નામના પક્ષના કાર્યકર અને અન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ભયાનક રીતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે આજે દમ તોડી દીધો હતો.
8 ફેબ્રુઆરીના રોજ, પ્રભુ અને તેમના ભાઈ પ્રભાકરનનો પોચમપલ્લીમાં વેલમપટ્ટી ખાતે નગર પંચાયતની પાણીની ટાંકી પાસે કપડાં ધોવાને લઈને ડીએમકે કાર્યકર્તા ચિન્નાસ્વામી સાથે દલીલ થઈ હતી. તે જ દિવસે સાંજે, ચિન્નાસ્વામી અને તેમના સહયોગીઓએ કથિત રીતે પ્રભુ અને પ્રભાકરન પર હુમલો કર્યો હતો. પ્રભુને હોસુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નગરસંપત્તિ પોલીસે અગાઉ ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધ્યો હતો. હવે કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ કર્નલ એન. થિયાગરાજને ટ્વીટ કર્યું, “પોચમપલ્લી વિસ્તારમાં DMK કાઉન્સિલર ચિન્નાસ્વામી દ્વારા આર્મી જવાન પ્રભુને નિર્દયતાથી મારવામાં આવ્યો, જે પછી તેમનું મૃત્યુ થયું. તમિલનાડુના મુખ્યમંત્રીએ યોગ્ય પગલાં લેવા જોઈએ. અખિલ ભારતીય ભૂતપૂર્વ સૈનિક પરિષદના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે, હું આ કૃત્યની સખત નિંદા કરું છું.