Video: વલસાડમાં આર્ટસ કોલેજના વિદ્યાર્થીનું આકસ્મિક મોત, કોલેજ કેમ્પસમાં ચાલતી વખતે વિદ્યાર્થી અચાનક પડી ગયો
વલસાડઃ આર્ટસ કોલેજના વિદ્યાર્થીનું અચાનક મોત. કોલેજ કેમ્પસમાં ચાલતી વખતે એક વિદ્યાર્થી અચાનક પડી ગયો હતો. વિદ્યાર્થી બેભાન થઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
વલસાડની જેપી શ્રોફ આર્ટસ કોલેજમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કોલેજ કેમ્પસમાં તેના મિત્રો સાથે ફરતો વિદ્યાર્થી અચાનક નીચે પડી જતાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના મોતની સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હસતા હસતા 19 વર્ષના યુવકના આકસ્મિક મોતથી પરિવાર, મિત્રો અને કોલેજ સ્ટાફ શોકમાં ગરકાવ છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા છે.
ખૂબ જ ખુશ મિજાજમાં જણાતા આકાશને મિનિટોમાં જ હાર્ટ એટેક આવ્યો હતો
આકાશે તેના મિત્રો સાથે સેલ્ફી લીધી. સેલ્ફીમાં પણ જોઈ શકાય છે કે આકાશ એકદમ ખુશ અને સ્વસ્થ હતો, પરંતુ સેલ્ફી લીધાની થોડી જ મિનિટોમાં તે કોલેજના બગીચામાં પડી જતાં તેના મિત્રો અને અન્ય વિદ્યાર્થીઓ તેની પાસે દોડી આવ્યા હતા. હૉસ્પિટલના ડૉક્ટરોએ આકાશને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં.