OriginalTrending News
ભૂકંપ- દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપ, નેપાળમાં 6ના મોત
મધરાતે ભૂકંપ, દોઢ કલાકમાં બે આફ્ટરશોક – દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં બુધવારે સવારે 2 વાગ્યે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો.
બીબીસી નેપાળી સેવા સાથે વાત કરતા, નેપાળના ડોટી જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારી કલ્પના શ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે એક ઈમારત ધરાશાયી થઈ હતી, જેમાં છ લોકોના મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.
દિલ્હી NCRમાં લગભગ 20 સેકન્ડ સુધી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, 8 નવેમ્બરે 1:57 મિનિટ અને 24 સેકન્ડ મોડી રાત્રે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનમાં 10 કિલોમીટર ઊંડે હતું.
દિલ્હીમાં અનુભવાયેલા ભૂકંપના આંચકા તીવ્ર હતા. ઘણા વિસ્તારોમાં મોડી રાત્રે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.