દાંતના દુઃખાવાને કારણે હોસ્પિટલમાં ગયા, પેપર વાંચતા વાંચતા હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા
દિલીપ 5 નવેમ્બરે બાડમેરમાં એક ક્લિનિક પહોંચ્યો. તે રિસેપ્શન પાસે બેઠો બેઠો અખબાર વાંચી રહ્યો હતો. ટૂંક સમયમાં તેની તબિયત બગડી અને તે ક્લિનિકમાં પડી ગયો.
રાજસ્થાનના બાડમેરમાં અખબાર વાંચતી વખતે એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને હાલમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તે કાપડનો વેપારી હતો.
દિલીપ 5 નવેમ્બરે બાડમેરમાં એક ક્લિનિક પહોંચ્યો. તે રિસેપ્શન પાસે બેઠો બેઠો અખબાર વાંચી રહ્યો હતો. ટૂંક સમયમાં જ તેની તબિયત લથડી અને તે ક્લિનિકમાં પડી ગયો. આ જોઈને ક્લિનિકમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ દિલીપની મદદ કરવાનો પ્રયાસ કર્યો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ દિલીપને મૃત જાહેર કર્યો. બાદમાં આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
એક અહેવાલ મુજબ, બાડમેરના પચપાદરા વિસ્તારના રહેવાસી દિલીપ કુમાર ઘણા વર્ષોથી સુરતમાં કાપડનો વેપાર કરતા હતા. થોડા દિવસો પહેલા તેઓ એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બાડમેર આવ્યા હતા. 5 નવેમ્બરે તે દાંતના દુઃખાવા સાથે નજીકના ક્લિનિક પર પહોંચ્યો હતો. અહીં તે વેઇટિંગ હોલમાં અખબાર વાંચી રહ્યો હતો, અચાનક બેભાન થઈને નીચે પડી ગયો.
દિલીપના ભાઈ મહેન્દ્રએ કહ્યું કે જ્યારે તે બાડમેર આવ્યો ત્યારે તે સંપૂર્ણ સ્વસ્થ હતો. બાદમાં તેની તબિયત બગડી હતી. ભાઈના કહેવા પ્રમાણે, દિલીપને માઈનોર હાર્ટ એટેક આવ્યો હતો. તેમના મૃત્યુનો વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે કોરોના સંકટમાં બીમાર પડ્યા બાદ લોકો સાથે આવી ઘટનાઓ ઘટી રહી છે, જેના પર સંશોધન કરવાની જરૂર છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે દિલીપને પહેલા કોરોના હતો કે નહીં.