GujaratTrending News

આનંદન સોસાયટીમાં ગરબા રમતા યુવકનું અચાનક મોત, VIDEO થયો વાયરલ

  • આણંદના ગરબા મહોત્સવમાં દુ:ખદ ઘટના
  • સોસાયટીમાં ગરબા રમતા યુવકનું મોત
  • ગરબા રમતી વખતે યુવાનોને ચક્કર આવતા હતા


આણંદના તારાપુરમાં ગરબા રમતી વખતે ચક્કર આવતા યુવાનનું મોત થતા ચકચાર મચી ગઈ છે.


આણંદની સાથે સાથે દેશભરમાં માઇ ભક્તો નવલા નોરતા નિમિત્તે માતાજીની આરાધનામાં તલ્લીન બન્યા છે. બીજી તરફ ખેલાડીઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. આણંદની તારાપુર શિવશક્તિ સોસાયટીમાં પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયે એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક યુવકનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે.


તારાપુર પંથકમાં ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો


તારાપુર શિવશક્તિ સોસાયટીમાં ગરબા રમતા યુવકને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાં જ યુવક જમીન પર પડ્યો અને મૃત્યુ પામ્યો. જે બાદ યુવક સ્તબ્ધ થઈને નીચે પડી ગયો અને લાખો લોકોની સામે સ્થળ પર જ તેનું મોત નીપજ્યું. ઘટનાને પગલે ગરબાનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

Related Articles

Back to top button