Trending NewsWeather

અમદાવાદમાં ચાર ઇંચ વરસાદથી આખું શહેર પાણીમાં ડૂબી ગયું, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે મુખ્યમંત્રીએ બોલાવી તાકીદની બેઠક

અમદાવાદમાં સાંજે 7 થી 9 વાગ્યા સુધીમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જોધપુર, સેટેલાઇટ, સરખેજ, ઇસ્કોન, એસજી હાઇવે, જુહાપુરા સહિતના વિસ્તારોમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આશ્રમ રોડ, ઉસ્માનપુરા, વાડજ, મણિનગર, કાંકરિયા, કોતરપુર, સરદારનગર, નોબલનગર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો હતો. ધોધમાર વરસાદ બાદ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદમાં આજે સિઝનનો સૌથી ભારે વરસાદ થયો છે. અમદાવાદના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  • અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો
  • શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ
  • બોડકદેવ, જજીસ બંગલો, વસ્ત્રાપુર ખાતે વરસાદ
  • શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા
  • ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. તો સર્વોદયનગરના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે.
  • અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે બોપલ સહિત કેટલાક વિસ્તારોમાં યુજીવીસીએલના વીજ જોડાણ સાથે વીજ પુરવઠો ખોરવાયો છે. વીજળી ડૂલ થવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.

  • શહેરમાં આ સિઝનમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે
  • અમદાવાદ પશ્ચિમમાં 6.10 ઇંચ, અમદાવાદ પૂર્વમાં 3 ઇંચ
  • અમદાવાદના દક્ષિણ ઝોનમાં સરેરાશ 3.50 ઇંચ વરસાદ
  • ઉત્તર ઝોનમાં 5.50 ઇંચ, મધ્ય ઝોનમાં 4.10 ઇંચ વરસાદ
  • દક્ષિણપશ્ચિમ ઝોનમાં 7 ઇંચ, ઉત્તરપશ્ચિમ ઝોનમાં 5.5 ઇંચ
  • ટાગોર હોલ વિસ્તારમાં મહત્તમ 10 ઇંચ વરસાદ
  • ઉસ્માનપુરામાં 8 ઇંચ, રાણીમાં 5 ઇંચ, બોડકદેવમાં 8 ઇંચ
  • સાયન્સ સિટીમાં 5 ઇંચ અને ગોતામાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો
  • ચાંદલોડિયામાં 4 ઈંચ, સરખેજમાં 6 ઈંચ, જોધપુરમાં 7 ઈંચ
  • બોપલમાં 6 ઇંચ, સરખેજમાં 6 ઇંચ, મકતમપુરામાં 7 ઇંચ
  • ખમાસામાં 6 ઇંચ, વટવામાં 5 ઇંચ, મણિનગરમાં 4 ઇંચ
  • Related Articles

    Back to top button