દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, અંડરબ્રિજમાં ફસાયેલી વિદ્યાર્થીઓથી ભરેલી બસ

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં લાંબી રાહ જોયા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી,
રાજકોટ જિલ્લામાં શુક્રવારે બપોર બાદ મેઘરાજા વીજળીના કડાકા સાથે પધાર્યા હતા. તે સમયે
ગોંડલના લાલપુલ અંડરબ્રિજ પર મારવાડી યુનિવર્સિટીની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ત્યારે સ્થાનિકોએ બસ-ડ્રાઈવર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.
ભારે વરસાદને કારણે અંડરબ્રિજ પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ બસ-ડ્રાઇવરે વિદ્યાર્થીઓથી ભરેલી બસને બ્રિજમાં ઉતારી હતી. જોકે, ગોંડલની સેનીટેશન ટીમ દ્વારા બસને બહાર કાઢવામાં આવી હતી અને મહામહંતેને બહાર કાઢવામાં આવ્યા હતા.