આગાહી / આખા દેશમાં ફરી એકવાર જામશે વરસાદી માહોલ! આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Monsoon is in its last phase across the country, but many states are witnessing heavy rains and even today the Meteorological Department has issued a rain alert in many places.
ઉત્તર ભારતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી ગયો છે અને ખાસ દિલ્હી, યુપી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ સહિત અન્ય ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે આજે દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારથી મોટાભાગના રાજ્યોમાં વરસાદ અટકી રહ્યો નથી. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં આજે પણ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ખાસ કરીને હવામાન વિભાગે ઝારખંડમાં આગામી ચાર દિવસ સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બિહારના ઘણા રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે. બુધવારે ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા સહિત અન્ય ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે આજે દિલ્હી-NCR માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ યુપીમાં સરકારે શાળાઓ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. યુપીની સાથે બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.