ટેક / ન્યૂ વાઇબ્રન્ટ કલર, એક્શન બટન સાથે Appleના iphone 16નું લોન્ચિંગ, મળશે આ ધમાકેદાર ફીચર્સ
A new button has been added to the iPhone 16. which will be used to turn on the camera
Appleના નવા iPhone 16 સીરિઝને લઈને હવે લોકોની આતુરતાનો અંત આવી ગયો છે. આ સીરિઝને આજે 9 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી છે. એપ્પલે આ ઈવેન્ટનું નામ It’s Glowtime રાખ્યું હતું. ટેક દિગ્ગજ કંપની એપ્પલના iPhone 16 સીરિઝમાં ચાર મોડલ્સ iPhone 16, iPhone 16 પ્લસ, iPhone 16 પ્રો અને iPhone 16 પ્રો મેક્સને લોન્ચ કર્યા છે. વધુમાં એરપોડ્સ 4 અને વોચ સીરિઝ 10 પણ લોન્ચ કરાઈ છે.
આઇફોન 16ના ફિચર
A18 ચિપસેટ
5 રંગો
કસ્ટમાઇઝ એક્શન બટન
કેમેરા કંટ્રોલ બટન (વિઝ્યુઅલ ઇન્ટલીજન્સ સાથે)
એપલ ઇન્ટેલિજન્સ
2000nits સુધીની બ્રાઇટનેસ સાથે 6.1 ઇંચની સ્ક્રીન સાઇઝ
બેટરી લાઇફમાં વધારો
વીડિયોમાં પવનનો અવાજનો ઘટાડો
યુએસબી સી ટાઇપ
એએએ ગેમ્સ
માઇક્રો કેમેરો અલ્ટ્રા વાઇડ સાથે
લેટેસ્ટ જનરેશન સિરામિક શીલ્ડ
48 એમપી ફ્યુઝન કેમેરા, 2x ટેલીફોટો
સેટેલાઇટ દ્વારા મેસેજ
ડાઇનામિક આઇસલેન્ડ
વાઇફાઇ 7
એક્શન બટન
iPhone 16 Proના ફિચર
6.3″ અને 6.9″ ડિસ્પ્લે થીનર બેઝલ સાથે
વધારે એમએચની બેટરી
ડેઝર્ટ ટાઇટેનિયમ રંગ
ઝડપી A18 પ્રો ચિપ
48mp અલ્ટ્રાવાઇડ કેમેરા
4K 120fps સ્લો મોશન વિડિયો રેકોર્ડિંગ
iPhone 16માં A18 ચિપસેટ
આ વખતે કંપનીએ નોન-પ્રો iPhoneમાં પણ નવું પ્રોસેસર આપ્યું છે. ગત વખતે કંપનીએ નોન-પ્રો iPhone મોડલમાં જૂનું પ્રોસેસર આપ્યું હતું. આ વખતે iPhone 16માં 3 નેનોમીટર આર્કિટેક્ચર સાથે Apple A18 ચિપસેટ આપવામાં આવી છે જેમાં 6 કોર છે.
iPhone 16 સીરિઝમાં કેમેરા બટન
iPhone 16માં એક નવું બટન ઉમેરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કેમેરાને ચાલુ કરવા માટે કરવામાં આવશે. આ વખતે કંપનીએ પહેલા કરતા થોડો અલગ કેમેરા પ્લેસમેન્ટ આપ્યો છે. પરંતુ કંપનીએ આ પહેલા પણ આ ડિઝાઇનનો ફોન લોન્ચ કર્યો છે જેમાં સેમ કેમેરા પ્લેસમેન્ટ આપવામાં આવ્યા છે.
ઇવેન્ટની શરૂઆત એપલ વોચથી થઈ હતી
એપલના સીઈઓ ટિમ કુકે એપલ વોચથી ઈવેન્ટની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે દુનિયાભરના લોકો તેમને Apple Watch વિશે જણાવે છે. કંપની આ પ્રોડક્ટને વધુ મહત્ત્વપૂર્ણ બનાવી રહી છે. સાથે જ કંપનીએ Apple Watch Series 10 રજૂ કરી છે. કંપનીનું કહેવું છે કે આ ઘડિયાળમાં તેમની સૌથી મોટી ડિસ્પ્લે છે.