Auto newsBig NewsInternationalNationalWeather

વરસાદની આગાહી / હવામાન વિભાગની ભારે આગાહી, આ જીલ્લામાં આજે પડી શકે છે ભારે વરસાદ

The Meteorological Department has predicted rain in some districts of the state today. Heavy rain has been predicted in Central Gujarat including North Gujarat.

આજે રાજ્યનાં કેટલાક જીલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, વલસાડ, અમરેલીમાં ભારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જીલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ રાજ્યનાં ઉત્તર પૂર્વનાં જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલ જીલ્લાઓમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Related Articles

Back to top button