Auto newsBig NewsInternationalNational

એક્શન / સુરત પોલીસ હવે એલર્ટ મોડમાં, સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી ધાબા પર સર્વેલન્સ હાથ ધરાયું, જુઓ Video

Surat Police Latest News : Surat police on alert mode after the state DGP's order, surveillance of police in sensitive area of ​​Juda Juda police station of the city, citywide investigation by police through drone

Surat Police : સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ વધુ એક અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાજ્યના DGPના આદેશ બાદ સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. DGPના આદેશ બાદ હવે સુરત પોલીસ શહેરના જૂદા જૂદા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી છે. જે માટે ખટોદરા પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી શહેરભરમાં તપાસ કરાઇ રહી છે. આ સાથે અનેક વિસ્તારોમાં સંભવિત ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા ડ્રોન દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ડ્રોન દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તાર અને ધાબા વિસ્તારમાં ચેકિંગ કરાઇ રહ્યું છે. આ સાથે ફુટ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ શરૂ કરાયું છે.

રાજ્ય પોલીસ વડાના આદેશ અને સુરત પોલીસ એલર્ટ

ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારાની ઘટના બાદ સુરતમાં અમુક સમય માટે વાતાવરણ ડહોળાયું હતું. જોકે સુરત પોલીસની ટીમે વહેલી સવારે જ પથ્થરબાજોને દબોચી લીધા હતા. જે બાદમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ સુરત પોલીસ સતર્ક છે. આ તરફ હવે ખુદ રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર હવે સુરત શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જે અંતર્ગતશહેરના જુદા જુદા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનના માધ્યમ થકી ગેરપ્રવૃત્તિઓ પર બાઝનજર રખાઇ રહી છે. જેમાં ખાસ કરીને આઝાદ નગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગરમાં ડ્રોન દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે. આ સાથે ડ્રોન દ્વારા ઝુપડપટ્ટી વિસ્તાર તથા ધાબા ચેકિંગની કવાયત શરૂ કરાઇ છે.

પથ્થરમારાની તપાસમાં નવો ખુલાસો

સુરતનાં સૈયદપુરામાં પથ્થરમારાની ઘટનાં બાદ ભારેલા અગ્રિ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. જે બાદ પોલીસ દ્વારા કડક પગલા લઈ રાત્રીનાં સુમારે કોમ્બીંગ હાથ ધર્યું હતું. તેમજ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાનો પ્લાન હતો. તેમજ સુરતનાં 10 વિવિધ ગણેશ પંડાલમાં યુવકો પથ્થરમારો કરવાનાં હતા. તેમજ છેલ્લા 3 મહિનાથી મદરેસામાં જતા કિશોરે પોતાની અલગ ગેંગ બનાવી હતી. ગેંગ દ્વારા 2 દિવસ પહેલા પણ ગણપતિનાં પંડાલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જો કે રવિવારે આરોપીઓનો ગણપતિ પંડાલ પર પથ્થરમારાનો પ્લાન સફળ થયો હતો. આરોપી સગીરોએ કોનાં કહેવાથી પથ્થરમારો કર્યો તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

Related Articles

Back to top button