Auto newsBig NewsInternationalNationalWeather
વરસાદી માહોલ / વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, રાજ્યનાં આ તાલુકામાં પડ્યો સૌથી વધુ વરસાદ
Ahmedabad city was covered with rain since early morning. Then last day too, there were rain showers in some areas of the city.
વહેલી સવારથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો. ત્યારે ગત રોજ પણ અમદાવાદ શહેરમાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ કંઈક અંશે રાહત અનુભવી હતી.
190 તાલુકામાં વરસાદ વરસ્યો
ગુરૂવારે રાજ્યના 190 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં માણસામાં 4.5 ઈંચ, વિજાપુરમાં સવા 4 ઈંચ, મહેસાણામાં 3.5 ઈંચ, પ્રાંતિજમાં 3.5 ઈંચ, ડીસામાં સવા 3 ઈંચ, સરસ્વતીમાં પોણા 3 ઈંચ, જોટાણામાં પોણા 3 ઈંચ, દાંતીવાડામાં 2.5 ઈંચ, પાલનપુરમાં 2.5 ઈંચ, કુંકાવાવ-વડીયામાં 2.5 ઈંચ, ઈડરમાં 2.5 ઈંચ, ધરમપુરમાં સવા 2 ઈંચ, વઘઈમાં સવા 2 ઈંચ, સિદ્ધપુરમાં 2 ઈંચ વરસાદ, મોડાસામાં 2 ઈંચ, રાધનપુરમાં 2 ઈંચ વરસાદ, થરાદમાં 2 ઈંચ, ગોંડલમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.