Auto newsBig NewsInternationalNationalWeather

જાણી લેજો / ગુજરાતમાં હાલ વરસાદથી રાહત નહીં, વાંચો અંબાલાલ પટેલની નવી આગાહી

Ambalal Patel Forecast Latest News: Meteorologist Ambalal Patel has predicted rains and said that the state will have rainy conditions till September 9, it may rain between September 11 and 22.

Ambalal Patel Forecast :રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરતાં જણાવ્યું છે કે, 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યના વિવિધ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 11 થી 22 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થઈ શકે છે. આ સાથે પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદ થઈ શકે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા તો પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જેને લઈ જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને જામનગરમાં વરસાદ થઈ શકે છે. આ સાથે જ 7 અને 8 સપ્ટેમ્બરે રાજ્યમાં સક્રિય થતી સિસ્ટમનું ડીપ ડીપ્રેશનમાં પરિવર્તન થશે. જેને લઈ 11થી 22 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે.

આજે આ જગ્યાએ વરસાદની આગાહી

રાજ્યમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ હવે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. વાસ્તવમાં રાજ્યમાં વરસાદ માટે હાલ 3 સિસ્ટમ સક્રિય છે. જેથી હવે આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે છે. આ સાથે આજે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં અનેક વિસ્તારોમાં છુટો છવાયો તો અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરાઇ છે. જોકે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે

Related Articles

Back to top button