Auto newsBig NewsInternationalNational

NRI ન્યૂઝ / કેનેડા જવાનો પ્લાનિંગ કરી રહ્યાં છો? તો પહેલા આ ન્યૂઝ અવશ્ય વાંચી લેજો

Canada Visitor Visa Latest News : Under the previous rule, people going to Canada on visitor visa were allowed to work there on a temporary basis, for this they were given a visitor work permit by IRCC Canada, but now...

Canada Visitor Visa Latest News : અગાઉના નિયમ હેઠળ વિઝિટર વિઝા પર કેનેડા જતા લોકોને ત્યાં કામચલાઉ ધોરણે કામ કરવાની છૂટ હતી, આ માટે તેમને IRCC કેનેડા દ્વારા વિઝિટર વર્ક પરમિટ આપવામાં આવતી હતી પણ હવે……

આવો જાણીએ શું છે આ કેનેડા વિઝિટર વર્ક પરમિટ ?

અગાઉના નિયમ હેઠળ વિઝિટર વિઝા પર કેનેડા જતા લોકોને ત્યાં કામચલાઉ ધોરણે કામ કરવાની છૂટ હતી. આ માટે તેમને IRCC કેનેડા દ્વારા વિઝિટર વર્ક પરમિટ આપવામાં આવી હતી. પરંતુ હવે ટ્રુડો સરકારે કેનેડા વિઝિટર વિઝા પર રહેતા લોકો માટે કામકાજના નિયમો કડક બનાવ્યા છે. આનો અર્થ એ છે કે મુલાકાતીઓ કેનેડામાં હોય ત્યારે વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં.

વાસ્તવમાં આ નિયમ ઓગસ્ટ 2020 માં કોવિડ -19 રોગચાળા દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. તે સમયે ઘણા લોકો કેનેડામાં અટવાઈ ગયા હતા અને પાછા જઈ શક્યા ન હતા. તેથી સરકારે તેમને કેનેડામાં રહીને કામ કરવાની મંજૂરી આપી. આ નિયમ અગાઉ ફેબ્રુઆરી 2025 સુધીમાં સમાપ્ત થવાનો હતો પરંતુ થોડા દિવસોની છૂટ આપવામાં આવી હતી. હવે આખરે 28મી ઓગસ્ટથી તેનો અમલ કરવામાં આવ્યો છે.

જૂની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે

જો કે, IRCC એ સ્પષ્ટ કર્યું છે કે 28 ઓગસ્ટ, 2024 પહેલા આવેલી તમામ અરજીઓને જૂના નિયમો અનુસાર જ ગણવામાં આવશે. નિષ્ણાતો માને છે કે, કેનેડામાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાનો આ બીજો રસ્તો છે. તાજેતરમાં ‘ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ’ હેઠળ ઓછા વેતનના સ્થળાંતર કરનારાઓની ભરતી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેનેડામાં ઘરની વધતી કિંમતો, આરોગ્ય સેવાઓ પર દબાણ અને ચૂંટણી જેવા અનેક કારણોને લીધે સરકાર આવા નિર્ણયો લઈ રહી છે.

કેનેડામાં ચૂંટણી પહેલા વિઝામાં કાપ

કેનેડામાં ચૂંટણી પહેલા વિઝિટર અને ટેમ્પરરી વિઝામાં ધરખમ કાપ મુકાયો છે. ચૂંટણી પહેલા ઈમિગ્રન્ટ્સની ઘટાડવાનો આશય હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. કેનેડામાં મકાનો અને ચીજવસ્તુઓના ભાવ વધારા માટે ઈમિગ્રન્ટ્સને જવાબદાર ઠેરવાઈ રહ્યા છે છે. જો આપડે આંકડાની વાત કરીએ તો જુલાઈમાં કેનેડાએ સ્ટુડન્ટ, વર્ક અને ટુરિસ્ટ મળી 5853ના વિઝા રિજેક્ટ કર્યા હતા. જાન્યુઆરી 2019 પછી રિજેક્શનનો આ સૌથી મોટો આંકડો હતો.

Related Articles

Back to top button