Auto newsBig NewsInternationalNationalWeather

ગુજરાત વરસાદ / ગુજરાત માટે આગામી 4 દિવસ 'ભારે', વરસાદને લઇ હવામાન વિભાગે જાહેર કર્યું યલો, ઓરેન્જ એલર્ટ

Rainy weather will cover Gujarat for the next five days as four low systems become active in the state. Also, the Meteorological Department has predicted two days of heavy rain in Saurashtra.

1. ચાર દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં થોડા સમયનાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ આગામી ચાર દિવસ મોટા ભાગનાં તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

2. 4 સપ્ટેમ્બરે ક્યાં આગાહી

કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

3. 5 સપ્ટેમ્બરે ક્યાં આગાહી

કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે.

4. 6 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

5. 7 સપ્ટેમ્બરે ક્યાં આગાહી

નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Related Articles

Back to top button