ગુજરાત વરસાદ / ભરૂચમાં બારેય મેઘ ખાંગા! 12 ઈંચ વરસાદ, અમદાવાદમાં 8 ઈંચ ખાબક્યો, જુઓ ક્યાં કેવો
183 talukas received rain in the last 24 hours in the state. The highest rainfall was recorded in Valia of Bharuch. While in Ahmedabad, an average of two and a half inches of rain fell in the last 24 hours.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચનાં વલિયામાં 12 ઈંચ નોંધાયો હતો. જ્યારે સોનગઢમાં 10 ઈચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 8 ઈંચ, ડાંગનાં વધઈમાં 8 ઈંચ, ભરૂચમાં 7.5 ઈંચ, તાપીનાં ઉચ્છલ અને ડોલવણમાં 7-7 ઈંચ, નડિયાદ, વાંસદા અને સુબિરમાં 6.5 ઈંચ, લુણાવાડામાં 5.5 ઈંચ, કપડવંજ, મોરવાહડફ અને કરજણમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ક્યાં કેટલો વરસાદ પડ્યો ?
વાલિયા 12 ઈંચ
સોનગઢ 10 ઈંચ
વ્યારા 9 ઈંચ
માંગરોળ 8 ઈંચ
વઘઈ 8 ઈંચ
ભરૂચ તાલુકો 7.5 ઈંચ
તિલકવાડા 7.7 ઈંચ
ઉચ્છલ 7.7 ઈંચ
ડોલવણ 7.7 ઈંચ
નડીયાદ 6.8 ઈંચ
વાંસદા 6.5 ઈંચ
સુબિર 6.5 ઈંચ
લુણાવાડા 5.5 ઈંચ
કપડવંજ 5 ઈંચ
મોરવાહડફ 5 ઈંચ
કરજણ 5 ઈંચ
પ્રાંતિજ 4.5 ઈંચ
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદમાં છેલ્લા 24 કલામાં સરેરાશ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. નરોડા વિસ્તારમાં સૌથી વધુ 8 ઈંચ, ઓઢવમાં 4.20, નિકોલ અને મણિનગરમાં 4 ઈંચ વરસોદ નોંધાયો હતો. શહેરનાં ઉત્તર ઝોનમાં સરેરાશ 5, પૂર્વમાં 3.5 ઈંચ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં દોઢ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. મધ્ય ઝોનમાં 1.8 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો. સોમવારે આખી રાત અમદાવાદ શહેરમાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ?
ઉત્તર ઝોન – 5 ઇંચ
પૂર્વ ઝોન – 3.5 ઇંચ
દક્ષિણ ઝોન – 3.2 ઇંચ
પશ્ચિમ ઝોન – 2 ઇંચ
ઉત્તર-પશ્ચિમ ઝોન – 1.5 ઇંચ
દક્ષિણ પશ્ચિમ ઝોન – 1.3 ઇંચ
મધ્ય ઝોન – 1.8 ઇંચ