ગુજરાત વરસાદ / ગુજરાત પર આવી ચડી નવી આફત! હવામાન વિભાગે કરી સિસ્ટમેટિક આગાહી
The Meteorological Department has predicted 5 more days of heavy rain in Gujarat. Saurashtra may receive heavy rain for the next 2 days.
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
4 સપ્ટેમ્બરે ક્યાં આગાહી
કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
5 સપ્ટેમ્બરે ક્યાં આગાહી
કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે.
6 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
7 સપ્ટેમ્બરે ક્યાં આગાહી
નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.