આગાહી / ગુજરાતને માથે ચાર સિસ્ટમનો ડેરો, આજે આ જિલ્લાઓ આભ ફાટતી આગાહી
Rain has been predicted in the state for the next 5 days. A red alert has been issued with the possibility of heavy rain till September 7 in most of the districts.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બર સુધી ભરૂચ, સુરત સહિત અન્ય જીલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
3 સપ્ટેમ્બરે ક્યાં આગાહી
ભરૂચ, સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ તથા ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અને અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેયપુરમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે.
4 સપ્ટેમ્બરે ક્યાં આગાહી
કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
5 સપ્ટેમ્બરે ક્યાં આગાહી
કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે.
6 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
7 સપ્ટેમ્બરે ક્યાં આગાહી
નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.