Auto newsBig NewsInternationalNationalWeather

સાર્વત્રિક મેઘમહેર / ખમૈયા કરો..નવસારીમાં જળભરાવથી જનજીવન ઠપ્પ, 10 તસવીરોમાં મેઘકહેરનો ચિતાર

Universal rainy weather has again set in the state. At that time in Bharuch, Meghraja Manmooki was raining and water entered the houses of the people.

1. પૂર્ણા નદીની ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનાં પાણીનો ભયાવહ નજારો કેમેરામાં કેદ થવા પામ્યો હતો. શહેરની હાયરાઈઝ બિલ્ડીંગ ઉપરથી પુરનાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ત્યારે નવસારી શહેરનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળે છે. હાલ પૂર્ણા નદીની સપાટી 24.5 ફૂટ પર પહોંચી છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર વહી રહી છે.

2. પાણી ભરાતા જનજીવન પર માઠી અસર પડી

ભરૂચનાં વાલિયામાં મુશળધાર વરસાદ પડ્યો હતો. વાલિયા તાલુકામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. વાલિયા ડહેલી ગામમાં પાણી ભરાયા હતા. ગામમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેનાં કારણે જનજીવન પર માઠી અસર પડી હતી.

3. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

બનાસકાંઠામાં રાત્રિ દરમ્યાન ધોધમાર વરસાદ પડ્યો હતો. પાલનપુર, વડગામ તાલુકામાં 2 થી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. પાલનપુર-અંબાજી હાઈવે પર વીરપુર પાસે ઘુંટણ સમા પાણી ભરાયા હતા. પાણી ભરતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. તંત્રએ પાણી ભરાયા હતા.

4. અરજદારોને વેઠવી પડી રહી છે હાલાકી

બનાસકાંઠાનાં ડીસામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પશુપાલન કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી સહિતની કચેરીઓ બહાર પાણી ભરાયા હતા. જેથી અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

5. વરસાદને પગલે રાજકોટ જિલ્લા તંત્ર થયું એલર્ટ

રાજકોટમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. શહેરનાં વિવિધ વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે રાજકોટ જીલ્લા તંત્ર એલર્ટ થયું હતું. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

6. માંગરોળમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ

સુરતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરી મેઘો મહેરબાન થયો હતો. માંગરોળ, માંડવી, ઉમરપાડા પંથકમાં વરસાદ વરસ્યો હતો. માંગરોળમાં બે કલાકમાં 2 ઈંચ, જ્યારે ઉમરપાડામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં માંગરોળમાં 7.7 ઈંચ વરસાદ નોંધાયો હતો.

7. જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ

વલસાડ જીલ્લામાં ફરી મેઘરાજાનાં મંડાણ થયા હતા. જીલ્લાનાં તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. ઉંમરગામમાં 2 ઈંચ, ધરમપુરમાં 1.37 ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડમાં 1.69 ઈંચ, પારડીમાં 2.44 ઈંચ , વાપીમાં 2.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

8. લુણાવાડામાં મોડી રાતે 5.34 ઈંચ વરસાદ ખાબક્યો

મહીસાગર જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. જીલ્લાનાં મુખ્ય મથક લુણાવાડામાં મોડી રાત્રે 5.34 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ ખાનપુર, કડાણા, સંતરામપુરમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદી આફતને પહોંચી વળવા જીલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

9. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

સાબરકાંઠાનાં વિજયનગર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તાલુકાનાં બાલેટા, કોડિયાવાડા અને દઢવાવમાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો હતો. ચિઠોડા, ગાડિવાકડા અને ચિતરીયા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદનાં લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

10. ભારે વરસાદના લીધે રસ્તાઓ પર ભરાયા પાણી

બનાસકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ડીસા, પાલનપુર, વડગામ અને અમીરગઢમાં વરસાદી માહોલ છવાયો હતો. ભારે વરસાદનાં લીધે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

Related Articles

Back to top button