ડિપ્રેશનની અસર / 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, સૌરાષ્ટ્રમાં તો મેઘરાજા ભુક્કા બોલાવશે
Gujarat Rain Forecast Latest News : Depression formed over Odisha coast will affect Gujarat, depression moving towards West and North West direction and approaching Gujarat, heavy rain forecast in some districts of East Central and Saurashtra
Gujarat Rain Forecast : ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા ડિપ્રેશનની ગુજરાત પર અસર થશે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચ્યું છે. જેને લઈ હવે રાજ્યમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. નોંધનિય છે કે, અગાઉના દિવસોમાં પડેલા વરસાદને કારણે રાજ્યભરમાં અને ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે હવે ફરી એકવાર વરસાદની આગાહી સામે આવી છે.
ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા ડિપ્રેશનની ગુજરાત પર અસર થશે. હાલની સ્થિતિએ વાત કરીએ તો આ ડિપ્રેશન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચ્યું છે. આ તરફ હવે રાજ્યમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા
ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા ડિપ્રેશનને કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ડિપ્રેશનની અસરને કારણે રાજ્યમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ તરફ હવે વહેલી સવારથી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે આજે ગાંધીધામ,ઉના,માંડવી અને દ્વારકામાં વરસાદની શક્યતા છે તો વળી જામનગર,સલાયા,પોરબંદર અને વેરાવળમાં પણ વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, ઉના, મહુવા અને અલંગમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરાઇ છે.
આજે 20 રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ
ઘણા રાજ્યોમાં હવામાનનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) એ આજે 20 રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ભારતમાં અતિવૃષ્ટિને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પીએમ મોદી અને ગૃહમંત્રીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને માહિતી લીધી. કેન્દ્ર સરકારે રાજ્યોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યો મણિપુર, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ટીમ ગુજરાતની મુલાકાત લેશે
ગુજરાત માટે રચાયેલ ટીમ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આપત્તિ-મંત્રાલય ટીમની રચના કરી છે. તેનું નેતૃત્વ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કરે છે. આ ટીમ ટૂંક સમયમાં રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે.