વરસાદ અપડેટ / આજે આ 4 જિલ્લામાં લાલ નિશાન! ક્યાં ત્રાટકશે વરસાદ? હવામાન વિભાગની 'ડીપ' આગાહી
The forecast of the Meteorological Department regarding rain has come out. Even today, red alert of heavy rain has been given in some districts and orange and yellow alert has been given in some districts.
અમદાવાદ: ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેહુલિયાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. આ વરસાદી વાતાવરણ વચ્ચે ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી છ દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. પાછલા બે દિવસની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટ્યું છે. જો કે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે કર્યો વરતારો
રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આજથી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજથી 1 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરિયામા LC – III સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હજુ પણ યથાવત છે, આ ડિપ્રેશન 3 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી 6 દિવસ ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર અને, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આજે 30 ઓગસ્ટ માટે અતિભારેની આગાહી કરીને જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે. સાથે જ રાજકોટ, જૂનાગઢ, મોરબી, વલસાડ સુરત, દાદરાનગર હવેલી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં આજે ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.
તો 31 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જયારે 2 અને 3 સપ્ટેમ્બર માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર અને જૂનાગઢમાં પણ અતિભારે વરસાદ થશે,