Auto newsBig NewsInternationalNationalWeather

ગુજરાતમાં વરસાદ / 6 જ કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે, કચ્છ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 'એલર્ટ' જાહેર

Heavy rain will fall in these areas in the next few days, know which districts have been predicted.

છેલ્લા 4 દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા વરસાદી આગાહી કરવામાં આવી હતી. જેમાં કચ્છ તરફના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

6 કલાકમાં ડીપ ડિપ્રેશન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયુ છે. પ્રતિકલાક 45 કલાકના ઝડપે ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. ત્યારે આગામી 6 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે જેના કારણે અતિભારે વરસાદ વરસી શકવાની ભિતી સર્જાઇ છે.

અતિ ભારે વરસાદ

હાલ ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ- ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. જેના કારણે આજે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત આજના દિવસે મોરબી, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત આજે મોન્સૂન ટ્રફ, ડીપ ડિપ્રેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદ મોટી માત્રામાં વરસસે.

1 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે. જેમાં 1 સપ્ટેબરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સમુદ્રી બંદરગાહ ઉપર LC 3 નું સિગ્નલ આપવામાં આવ્યું છે. ત્યારે હાલના આંકડા પ્રમાણે સામાન્ય કરતા અત્યાર સુધી સીઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

Related Articles

Back to top button