Auto newsBig NewsInternationalNationalWeather

આગાહી / કચ્છ પર સક્રિય સિસ્ટમ લાવશે દરિયાઈ તોફાન, સપ્ટેમ્બરમાં મેઘરાજા બોલાવશે સપાટો: અંબાલાલ

Meteorologist Ambalal Patel's biggest prediction regarding the rain situation in the state of Gujarat has come. As predicted by Ambalal Patel, an active system over Kutch will move offshore by August 30.

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે વરસાદી માહોલ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. આજે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદી ઝાંપટા થશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે કચ્છ પર સક્રિય સિસ્ટમ 30 ઓગસ્ટ સુધીમાં દરિયામાં જશે. હાલ રાજય પર બનેલા ડીપ ડિપ્રેશનને કારણે સમુદ્રમાં તોફાન આવશે. દરિયાના તોફાનને કારણે 75 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ જણાવ્યું કે આગામી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલ આગાહી

અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં 30 ઓગસ્ટ બાદ વરસાદ હળવો થશે. આગાહી પ્રમાણે આગામી 2થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે. આગાહી અનુસાર, 2 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાથી આવેલું વહન વરસાદ લાવશે. સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થશે.

સપ્ટેમ્બર મહિનામાં પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદના ઝાપટા રહેશે. સાથે જ અંબાજી અને દાતાના ડુંગરોમાં પણ વરસાદના ઝાપટા પડવાની શક્યતા રહેશે. રાજ્યમાં આગામી ભાદરવી પૂનમ સુધી વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેશે. સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે 23 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ અને ભારે ઝાપટા પડશે. સાથે જ તેમણે કહ્યું કે આ દરમિયાન કૃષિ પાકમાં રોગ આવવાની શકયતા રહેશે.

Related Articles

Back to top button