Auto newsBig NewsInternationalNationalWeather

ગુજરાત વરસાદ / સૌરાષ્ટ્ર-કચ્છ માટે 'આગામી 48 કલાક' ભારે, સ્કાયમેટે કરી મુશળધાર વરસાદની આગાહી

As per Skymet forecast, heavy rain is still likely in Saurashtra and North Gujarat

રાજ્યમાં શ્રાવણમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. અનેક જિલ્લાઓને મેઘરાજાએ ઘમરોળી નાખ્યા છે. ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. મુશળધાર વરસાદથી રાજ્યના અનેક રસ્તાઓ બંધ થયા છે. જો કે, રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટની આગાહી મુજબ આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે

ભારે વરસાદની આગાહી વરસાદ

ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે તેમજ આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો કચ્છ,દ્વારકા,રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે પૂર્વ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની સંભાવના છે.

આજે કયા જિલ્લામાં કયું એલર્ટ અપાયું

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પરિસ્થિતિ આવી જ રહેવાની છે. જ્યારે મધ્ય ગુજરાતને આંશિક રાહત મળી શકે છે. આપને જણાવીએ કે, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે તો મધ્ય અને દક્ષિણના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અપાયું છે.

Related Articles

Back to top button