વરસાદી માહોલ / નદીઓમાં ઘોડાપૂર, ઝરણાંઓ ખીલી ઉઠ્યાં.., 5 દિવસની આગાહી વચ્ચે અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓ પાણી-પાણી
After a break of some time, the state is again covered with rainy weather. Dahod, Chotaudepur, Banaskantha, Ahmedabad also experienced rainy weather.
1. નસવાડી નજીક થી પસાર થતી અશ્વિન નદી બે કાંઠે
છોટાઉદેપુર જીલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. નસવાડી નજીકથી પસાર થતી અશ્વિન નદી બે કાંઠે વહી હતા. જીલ્લાની અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. સારો વરસાદ થવાનાં કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
2. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
દાહોદ જીલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. લીંબડી, સંજેલી, કદવાળ, વરોડ સહિત વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. વીજલીનાં કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
3. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયાં
અમદાવાદમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાએ કોર્પોરેશનની પોલ ખોલી નાંખી હતી. સામાન્ય વરસાદમાં જ અમદાવાદ પાણી પાણી થઈ જવા પામ્યું હતું. શહેરનાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા હતા. બાપુનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.
4. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
ગાંધીનગર શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ શહેરમાં વરસાદ શરૂ થયો હતો.
5. વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદ
બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને સાળગપુર ગામે વરસાદી માહોલ જામ્યો છે. રાણપુર શહેરમાં ધોધમાર વરસાદ પડતાં શહેરનાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા જ્યારે લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
6. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો
મહીસાગર જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લુણાવાડા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. લુણાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.
7. વિરામબાદ ઉમરપાડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો
સુરતનાં ઉમરપાડામાં ભારે વરસાદ પડ્યો હતો. જીલ્લાનો એકમાત્ર ધોધ ગણાતો દેવઘાટનાં ધોધનાં આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. દેવઘાટ ધોધનાં મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. વિરામ બાદ ઉમરપાડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. વહેલી સવારથી ઉંમરપાડા, વડપાડા, કેવડી સહિત અનેક ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો.