આગાહી / હજુ વરસાદ ગયો નથી! ગુજરાત માટે આગામી 5 દિવસ અતિ 'ભારે', જાણો કયા-કયા જિલ્લાઓને ઘમરોળશે
The Meteorological Department has made a big prediction regarding the rain in the state. Heavy rainfall is predicted in many districts of the state as cyclonic circulation becomes active.
હવામાન વિભાગની વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં રહેશે ભારે વરસાદ
મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. આજે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે વરસાદની આગાહી
24 ઓગસ્ટ દાહોદ છોટાઉદેપુર નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તા. 25 નાં રોજ ક્યાં વરસાદની આગાહી
25 ઓગસ્ટ ખેડા પંચમહાલ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી દાહોદ અને મહીસાગરમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી
તા. 26 અને 27નાં રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
26 અને 27 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.