Auto newsBig NewsInternationalNational

કામની વાત / આ રૂટ પરથી પસાર થનારી ટ્રેનો કરાઈ કેન્સલ, ગુજરાતવાસીઓ પણ ખાસ વાંચી લે, જાણો અપડેટ

Due to track maintenance, railways have run 50 more trains, which include trains on the route.

ભારતમાં ઘણા લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું છે કે રેલવેએ વિવિધ કારણોસર ઘણી ટ્રેનો રદ કરી છે. જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા હજારો મુસાફરોને અસર થઈ છે. રેલવે દરરોજ હજારો ટ્રેનો ચલાવે છે. જેના કારણે રેલવેએ મેઇન્ટેનન્સની પણ વ્યવસ્થા કરવી પડે છે. જેના કારણે અનેક ટ્રેનો રદ કરવી પડે છે.

રેલ્વે તરફથી મળેલી તાજેતરની માહિતી મુજબ રેલ્વેએ ઘણી ટ્રેનો કેન્સલ કરી છે. જેમાં ભોપાલથી બિલાસપુર જતી ઘણી ટ્રેનોનો સમાવેશ થાય છે. ભોપાલથી કટની અને જબલપુર જતી કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. ત્યારે હવે તહેવારોની સિઝનમાં કેટલાય લોકો મુસાફરી કરવાનો પ્લાન કરી રહ્યા છે, ત્યારે એવામાં આ મુસાફરોને આ ટ્રેનો કેન્સલ થવાને કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે એમ છે. જો તમે આ માર્ગ પરથી મુસાફરી કરવાનું પણ વિચારી રહ્યા છો, તો પહેલા કેન્સલ થયેલી ટ્રેનોની લિસ્ટ જોઈ લો.

ટ્રેક મેઇન્ટેનન્સના કારણે ટ્રેનો રદ

રેલવે દરરોજ એક યા બીજા રૂટ પર ટ્રેક મેઇન્ટેનન્સનું કામ કરતી રહે છે. ટ્રેક મેઇન્ટેનન્સ માટે તે રૂટ પરની ટ્રેનોને રોકવી પડે છે. રેલ્વે તરફથી મળેલી માહિતી મુજબ, ટ્રેક મેઇન્ટેનન્સના કામને કારણે રેલ્વેએ ભોપાલ ઇટારસી એક્સપ્રેસ, દાનાપુર કોટા સ્પેશિયલ ટ્રેન, ભોપાલ સિંગરૌલી એક્સપ્રેસ સહિત 50 થી વધુ ટ્રેનો રદ કરી છે.

ભોપાલથી જબલપુર અને ભોપાલથી બિલાસપુર સુધીના માર્ગો પર ટ્રેક મેઇન્ટેનન્સના કામને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આટલી બધી ટ્રેનો કેન્સલ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાણો રેલ્વે દ્વારા કઈ કઈ ટ્રેનો રદ કરવામાં આવી છે. જુઓ કેન્સલ થયેલી ટ્રેનોનું લિસ્ટ.

બીના-દમોહ પેસેન્જર 25 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી

દમોહ-બીના પેસેન્જર 26મી ઓગસ્ટથી 14મી સપ્ટેમ્બર સુધી

બીના-કટની મેમુ 26મી ઓગસ્ટથી 13મી સપ્ટેમ્બર સુધી

કટની-બીના મેમુ 26 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી

કોટા-દાનાપુર એક્સપ્રેસ 24 ઓગસ્ટ, 1, 8 સપ્ટેમ્બર

દાનાપુર-કોટા એક્સપ્રેસ 25 ઓગસ્ટ, 2, 9 સપ્ટેમ્બર

રીવા-ડો. આંબેડકર નગર એક્સપ્રેસ 5, 8, 10, 12 સપ્ટેમ્બર

ડૉ. આંબેડકર નગર-રીવા એક્સપ્રેસ 6, 9, 11, 13 સપ્ટેમ્બર

ભોપાલ-સિંગરૌલી એક્સપ્રેસ 28 ઓગસ્ટ, 11 સપ્ટેમ્બર

સિંગરૌલી-ભોપાલ એક્સપ્રેસ 29 ઓગસ્ટ, 12 સપ્ટેમ્બર

રાણી કમલાપતિ-સંત્રાગાછી X 28 ઓગસ્ટ 4, 11 સપ્ટેમ્બર

સંત્રાગાછી-રાની કમલાપતિ X 29 ઓગસ્ટ, 5, 12 સપ્ટેમ્બર

હાવડા-ભોપાલ એક્સપ્રેસ 9 સપ્ટેમ્બર

ભાગલપુર-અજમેર વીકલી એક્સપ્રેસ 5, 12 સપ્ટેમ્બર

અજમેર-ભાગલપુર એક્સપ્રેસ 7, 14 સપ્ટેમ્બર

સંત્રાગાછી-અજમેર એક્સપ્રેસ 30 ઓગસ્ટ, 6 સપ્ટેમ્બર

અજમેર-સંત્રાગાછી એક્સપ્રેસ 1, 8 સપ્ટેમ્બર

શાલીમાર-ભુજ એક્સપ્રેસ 31 ઓગસ્ટ, 7 સપ્ટેમ્બર

હાવડા-ઇન્દૌર એક્સપ્રેસ 5, 7 સપ્ટેમ્બર

ઉદયપુર શહેર-શાલીમાર એક્સપ્રેસ 24, 31 ઓગસ્ટ

શાલીમાર-ઉદયપુર શહેર 25 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર

કોલકાતા-મદાર જંકશન 26 ઓગસ્ટ, 2, 9 સપ્ટેમ્બર

મદાર જંકશન-કોલકાતા 29 ઓગસ્ટ, 5, 12 સપ્ટેમ્બર

લાલગઢ-પુરી એક્સપ્રેસ 8 સપ્ટેમ્બર

નિઝામુદ્દીન-અંબિકાપુર એક્સપ્રેસ 27 ઓગસ્ટ, 3 સપ્ટેમ્બર

અંબિકાપુર- નિઝામુદ્દીન એક્સપ્રેસ 29 ઓગસ્ટ, 5 સપ્ટેમ્બર

જબલપુર-શ્રી વૈષ્ણોમાતા એક્સપ્રેસ 3 સપ્ટેમ્બર

સિંગરૌલી- નિઝામુદ્દીન એક્સપ્રેસ 4, 8 સપ્ટેમ્બર

નિઝામુદ્દીન-સિંગરૌલી એક્સપ્રેસ 9 સપ્ટેમ્બર

શ્રી વૈષ્ણોમાતા કટરા-જબલપુર એક્સપ્રેસ 11 સપ્ટેમ્બર

પુરી-લાલગઢ એક્સપ્રેસ 11 સપ્ટેમ્બર

ભોપાલ-હાવડા એક્સપ્રેસ 11 સપ્ટેમ્બર

અંબિકાપુર-નિઝામુદ્દીન એક્સપ્રેસ 12 સપ્ટેમ્બર

ઉધમપુર-દુર્ગ જંકશન એક્સપ્રેસ 12 સપ્ટેમ્બર

Related Articles

Back to top button