Auto newsBig NewsInternationalNationalWeather

હવામાન અપડેટ / ખેડૂતો તૈયાર રહે! ગુજરાતમાં ફરીથી આગામી 7 દિવસ છવાશે વરસાદી માહોલ, અહીંયા અપાયું યલો એલર્ટ

IMD Rain Forecast Latest News: The Meteorological Department has predicted rain in the state for the next 7 days, from today till August 27, there will be rain in these areas.

1. આગામી 7 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈ આગાહી કરી છે. હવામાનની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. આગાહી પ્રમાણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદી માહોલ જોવા મળશે. આ તરફ હવામાન વિભાગે રાજયમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે.

2. આજે ક્યાં ક્યાં વરસાદની છે આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.

3. 22 ઓગસ્ટે રાજ્યમાં અહીં પડશે વરસાદ

આ સાથે 22 ઓગસ્ટ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

4. 23 ઓગસ્ટે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

આ સાથે 23 ઓગસ્ટ નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

5. 24 ઓગસ્ટે આ જિલ્લામાં પડશે વરસાદ

આ સાથે 24 ઓગસ્ટના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

6. 25 ઓગસ્ટે અહીં પડશે વરસાદ

આ સાથે 25 ઓગસ્ટના રોજ ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી તો એ જ દિવસે દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે.

7. 26 અને 27 ઓગસ્ટના રોજ અહીં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 26 અને 27 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related Articles

Back to top button