Auto newsBig NewsInternationalNationalWeather

મેઘરાજા ફરી કરશે ધમાકેદાર બેટિંગ! ગુજરાતમાં ક્યાંક અતિભારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી

Rain in Gujarat: According to Ramashray Yadav, meteorologist of the Ahmedabad Center of the Meteorological Department, light to moderate rain is expected in all the districts for the next seven days.

અમદાવાદ: ગુજરાતમાં મંગળવારે કુલ 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે પરંતુ તેની તીવ્રતા વધારે ન હતી. હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. આજે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમા તેમણે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે તો અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે બે દિવસ ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી આપી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આવનારા સાત દિવસ માટે તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે તેમણે ચોથા અને પાંચમા દિવસે એટલે શનિ અને રવિવારના દિવસે માછીમારોને દરિયો ન ખેડવાની આગાહી આપી છે.

રામાશ્રય યાદવે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, આજે અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

મોસમ વૈજ્ઞાનિકે આવતીકાલ એટલે ગુરૂવાર માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

શુક્રવારની આગાહીમાં જણાવ્યુ છે કે, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શનિવારે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની વોર્નિંગ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, દાહોદ અને મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રવિવાર માટે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.

મોસમ વૈજ્ઞાનિકની આગાહી પ્રમાણે, સોમવારે વડોદરા, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીરસોમનાથ, દીવ, કચ્છ, ગાંઘીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે અને આવતીકાલે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે ચોથા અને પાંચમા દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

Related Articles

Back to top button
preload imagepreload image