Auto newsBig NewsInternationalNationalWeather
વરસાદ અપડેટ / ગુજરાતમાં ઝોન પ્રમાણે વરસાદના આંકડા, છેલ્લા 24 કલાકમાં 38 તાલુકામાં મેઘમહેર
Scattered rains prevailed in the state today. Rain was recorded in Panchmahal, Chotaudepur in the early morning.
રાજ્યમાં આજે 21 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. વહેલી સવારે 6 વાગ્યાથી સવારનાં 8 વાગ્યા સુધીમાં વરસાદી માહોલ છવાયો હતો.
19 તાલુકામાં એક મીમીથી 9 મીમી વરસાદ નોંધાયો
પંચમહાલનાં શહેરામાં અડધો ઈંચ, છોટાઉદેપુરનાં નસવાડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 19 તાલુકામાં એક મીમીથી 9 મીમી વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં રાજ્યનાં 36 તાલુકામાં છૂટો છવાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 36 તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વડોદરાનાં સિનોરમાં 34 મીમી, પંચમહાલનાં ગોધરામાં 17 ઈંચ, વડોદરાનાં કરજણમાં 15 મીમી, નર્મદાનાં ટીલકવાડામાં 15 મીમી, પંચમહાલનાં શહેરામાં 10 મીમી અને મહિસાગરનાં લુણાવાડામાં 10 મીમી વરસાદ પડ્યો હતો.