વરસાદ અપડેટ / ગુજરાતમાં હવામાન વિભાગની ચિંતાજનક આગાહી, આ જિલ્લાઓમાં થશે માત્ર વરસાદી ઝાપટાં
The Meteorological Department has predicted rain in the state today. Today it may rain in several talukas of central Gujarat, including North Gujarat.
રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ ઉત્તર ગુજરાતનાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ડાંગમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં પણ છવાશે વરસાદી માહોલ
મધ્ય ગુજરાતનાં મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર તેમજ નર્મદામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બે દિવસથી મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે
હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનાં અનેક તાલુકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રનાં અનેક તાલુકાઓમાં વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં પણ અનેક તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ તેમજ કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.