Auto newsBig NewsInternationalNationalWeather

Gujarat Weather Forecast: ગુજરાતમાં સામાન્ય કરતા નવ ટકા વરસાદ વધારે પડ્યો, જાણો હવામાન વિભાગની સાત દિવસની આગાહી

गुजरात में बारिश: मौसम विभाग, अहमदाबाद के मौसम वैज्ञानिक रामाश्रय यादव के मुताबिक, अगले सात दिनों में गुजरात के सभी जिलों में हल्की से मध्यम बारिश की उम्मीद है.

અમદાવાદ: ગુજરાતમાં આજે સવારે 6 કલાકમાં કુલ 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે અમદાવાદમાં પણ સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. હાલ રાજસ્થાનના બિકાનેર પાસે આવેલા મોન્સૂન ટ્રફને કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે.

અમદાવાદ, હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આવનારા સાત દિવસમાં ગુજરાતનાં તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આજે ગુજરાતનાં તમામ જિલ્લામાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. આવનારા બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આપી છે. દરિયાકાંઠે પવનની ગતિ 35થી 40 કિમી પ્રતિકલાકની રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 1 જૂનથી આજ સુધીમાં 582 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સામાન્ય વરસાદ કરતા નવ ટકા વરરસાદ વધારે પડ્યો છે. જ્યારે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 3 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 25 ટકા વધારે વરસાદ નોંધાયો છે.

મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવોથી સામાન્ય વરસાદ વરસશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, હાલ બિકાનેર પાસે એક મોન્સૂન ટ્રફ બનેલો હતો જેના કારણે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ થઇ રહ્યો છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી 6 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સુરતના ઉમરપાડા અને નવસારીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના મહુવા, દક્ષિણ ગુજરાતનાં વાસંદા, પલસાણા, ડેડિયાપાડા, વલોદ, ડોલવણ, જલાલપોરમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

Related Articles

Back to top button