Auto newsBig NewsInternationalNationalWeather

Gujarat Rain: અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ, આજે અને કાલે ક્યાં ભારે વરસાદની આગાહી?

Rain in Gujarat: Rainy conditions are being observed in parts of Central Gujarat and South Gujarat since yesterday. In such a situation, the atmosphere of Ahmedabad seemed changed this afternoon. Rainy season continues in Ahmedabad.

અમદાવાદ: ગઇકાલથી રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં આજે બપોરે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદમાં અંધારપાટ છવાયું હતું. જે સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

શહેરમાં વસ્ત્રાપુર, જજીસ બંગ્લો, અખબાર નગર અને આર.ટી.ઓ, પ્રહલાદનગર, એસજી હાઇવે, સોલા અને ગોતા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે શુક્રવારે એટલે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આગામી સાત દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં એક મોન્સૂન ટ્રફને કારણે આજે અને કાલે બે દિવસ ભારે વરસાદની આગાહી છે. આ સાથે એ પણ જણાવ્યુ છે કે, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ કે, બીજા દિવસે એટલે કે, શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.

રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સાથે તેમણે, અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ ગાજવીજની ચેતવણી સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે.

Related Articles

Back to top button