રાના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ઘિ:ભૂકંપ પ્રતિરોધક બિલ્ડિંગ-આઇલેન્ડ એરપોર્ટ બનાવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો ચહેરો બતાવ્યો

કેજે ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ ખાતે પ્રોજેક્ટ ફેર યોજાયો હતો
કેજે કેમ્પસ સાવલી ખાતે એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા તેમના અભ્યાસ પૂર્ણ કરવાના ભાગરૂપે તૈયાર કરાયેલા પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કુલ 47 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ડિજિટલ બિઝનેસ કાર્ડ મેકર સિસ્ટમ, ઓનલાઈન ટિફિન સર્વિસ મેનેજમેન્ટ, સોલાર પેનલ ક્લિનિંગ સિસ્ટમ, આઈલેન્ડ એરપોર્ટ, ડાયનેમિક બિલ્ડીંગ, રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે ફિઝિબિલિટી સ્ટડી, ફ્લડ કંટ્રોલ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર સૈયદ મોહમ્મદ, સેજાન મોઇનુદ્દીન, શ્રેયસ પટેલ, ઋત્વિક રાઠોડ અને પ્રતિક ઠાકોર દ્વારા ડિઝાઇન કરાયેલ ભૂકંપ પ્રતિરોધક મોડેલ હતું.
ટાપુ એરપોર્ટ …
આ પ્રોજેક્ટ પ્રિયલ શાહ, પ્રજાપતિ ક્રિતેશ અને યોગેશ્વરી રાઠોડે તૈયાર કર્યો હતો. વસ્તી વધી રહી છે. જેથી જગ્યાની જગ્યાએ મોટી ઈમારત બની રહી છે. જગ્યાના અભાવને કારણે વિદ્યાર્થીઓએ સમુદ્રનો ઉપયોગ કરીને તેના પર કૃત્રિમ ટાપુ બનાવ્યો અને ત્યાં એરપોર્ટ બનાવ્યું. જેમાં મોજા જેવી આફતો સામે ટકી રહે તે માટે સુરક્ષા દિવાલ ઉભી કરીને એરપોર્ટ બનાવવા માટે ઈકો ફ્રેન્ડલી પાયો નાખવામાં આવ્યો છે. એરપોર્ટ વધુ એરક્રાફ્ટને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
બાયો વેસ્ટ બાળીને પાવર જનરેશન
આ પ્રોજેક્ટ વરુણ રાઉલજી, ઝીલ પટેલ અને રવિન્દ્ર પરમાર, ઓમકાંત સોલંકી, અવિરાજ ડોડિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. દેશમાં હજુ પણ વીજ કાપ છે. વિદ્યાર્થીઓએ બાયો-વેસ્ટનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી હતી. જેમાં છોડના પાંદડા, કચરો, લાકડા જે બળી જાય છે તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. આ પ્રોજેક્ટમાં સોલાર પ્લેટનો પણ ઉપયોગ કરી શકાશે.
ગતિશીલ ઇમારતનો આકાર બદલાતો રહે છે
આ પ્રોજેક્ટ ઈશા આચાર્ય, ધ્રુવિલ પટેલ, યેશા શર્મા, ધર્મિષ્ઠા રાઠવા, હર્ષિલ પટેલ, આદિત્ય વ્યાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ગતિશીલ ઈમારતનું આર્કિટેક્ચર એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તે તેનો આકાર બદલી નાખે છે. સતત પરિભ્રમણ સાથે. આ મકાન ક્યારેય એકસરખું દેખાતું નથી. આ ઈમારત સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલે છે.