Auto newsBig NewsInternationalNationalWeather

ગુજરાત માટે આગામી 3 કલાક 'ભારે'! નાઉકાસ્ટ જાહેર, જાણો કયા-કયા જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે હવામાન વિભાગની આગામી 3 કલાક માટે વરસાદની આગાહી સામે આવી છે. ગુજરાતમાં મેહુલિયો ફરી તોફાની બેટિંગ કરશે.

ગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જામી છે. છેલ્લા કેટલાય દિવસોથી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, તો ક્યાંક પૂર અવ્યા અને ક્યાંક સારો વરસાદ થયો. ત્યારે આ હવામાન વિભાગની આગામી 3 કલાક માટે વરસાદની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે નાઉકસ્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામન વિભાગ પ્રમાણે, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે.

જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 2થી 4 ઓગસ્ટ સુધી વરસાદ ગુજરાતને તરબોળ કરશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી દમદાર વરસાદ થશે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 2 થી 4 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 2થી 4 ઓગસ્ટ સુધી મેઘો તોફાની બેટિંગ કરશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરસાદની વકી છે.

હવામાન વિભાગ દ્વારા 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 3થી 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 થી 4 ઓગસ્ટના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related Articles

Back to top button