Auto newsBig NewsInternationalNationalWeather

આજે બનાસકાંઠાથી લઇને છેક દ્વારકા સુધીના વિસ્તારોને મેઘરાજા ઘમરોળશે, હજુય આગામી દિવસોમાં 'ભારે' આગાહી

હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં આજે વરસાદની શક્યતા છે.

જ્યારે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને વડોદરામાં વરસાદની શક્યતા છે.

તેમજ દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. તેમજ ડાંગ, નવસારી અને રાજકોટમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે બોટાદ, ભાવનગર, મોરબી, કચ્છ, અમરેલી અને દ્વારકામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Related Articles

Back to top button